May 02, 2023

GSEB BOARD HSC SCIENCE /GUJCET RESULT DECLARED 2023

 

GSEB ધોરણ 12 અને ગુજકેટ નું પરીણામ કઈ રીતે જોવું?


2 મે, 2023 ના રોજ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થવાનું છે. વિદ્યાર્થી મિત્રો સવારથી જ બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. સરકાર દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન પ્રસારિત કરી પરિણામ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.

કેટલાક વિદ્યાર્થીઓને પરિણામ કઈ રીતે જોવું તેની સારી રીતે ખબર નથી. તેવા વિદ્યાર્થીઓ માટે અહીં બિલકુલ સરળતાથી પરિણામ જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મૂકી છે

ધોરણ 12 સાયન્સનું પરિણામ કઈ રીતે જોવું?

વિદ્યાર્થીઓ તારીખ 2 મે 2023 ના રોજ સવારે 9:00 વાગ્યાથી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે

પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ અથવા અહી ક્લિક કરો.
  • તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારો બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ નીચે આપેલા બટન પર ક્લિક કરો.
  • તમારી સામે તમારૂ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી જશે.
  • આ પરિણામની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

WhatsApp પર ધોરણ 12 સાયન્સનું પરિણામ કઈ રીતે જોવું ?

વિદ્યાર્થી મિત્રો, હવે WhatsApp પર ધોરણ 12 સાયન્સનું પરિણામ જોઈ શકાશે.

WhatsApp પર પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા તમે આ નંબર 6357300971 માં WhatsApp પર મેસેજ કરો અથવા અહીં ક્લિક કરો
  • ત્યાર બાદ, પોતાનો બેઠક ક્રમાંક નંબર મેસેજમાં મોકલો
  • થોડી વાર પછી તમારી સામે તમારૂ ધોરણ 12 સાયન્સનું પરિણામની PDF આવી જશે.
  • આ પરિણામની PDF ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

HSC Science /GUJCET RESULT જોવા અહી ક્લિક કરો.

No comments:

Post a Comment